DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ આપ્યા ઉચ્ચ તપાસના આદેશ, મુસાફરોને રિફંડ મળશે

સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ત્યારબાદ હવે ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આપ્યા આદેશ
DGCAએ ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં DGCAને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં DGCAના સીનિયર અધિકારી સામેલ છે.
https://twitter.com/RamMNK/status/1996908103049310585
ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરૂ કરી દેવાઈ: નાગરિક ઉડ્ડયન મંત્રી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં મોડું થવું અને કેન્શલ થવાના કારણે થઈ રહેલી મુશ્કેલીઓની એક ઉચ્ચ-સ્તરીય તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. જવાબદારી નક્કી કરાશે અને ભવિષ્યમાં એવી મુશ્કેલીઓને રોકવા માટે મહત્ત્વના પગલા ભરવામાં આવશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'સરકાર પરિસ્થિતિને સામાન્ય કરવા માટે તાત્કાલિક અને મોટા પગલાં ભરી રહી છે. ઉચ્ચ-સ્તરિય તપાસ થઈ રહી છે. 3 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. હવે જ્યારે નવા નિર્દેશ લાગુ કરી દેવાયા છે તો ફ્લાઈટ્સનું શેડ્યૂલ કાલથી સ્થિર થવા લાગશે.'
સમગ્ર દેશમાં ઈન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અને Indigo બંને હરકતમાં આવ્યા છે. DGCAએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. આ સિવાય ઈન્ડિગોએ રિફંડને લઈને મહત્ત્વની અપડેટ આપી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે.
ઈન્ડિગોએ રિફંડને લઈને આપી અપડેટ
ઈન્ડિગોએ મુસાફરોને મોટી રાહત આપી છે. તેણે રિફંડના પૈસા પરત કરવાની વાત કરી છે. એરલાઇને X પર પોસ્ટ શેર કરી છે. જેમાં કહ્યું છે કે, '5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ટિકિટ્સને રીશેડ્યૂલ અથવા કેન્સલેશનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. તેની સાથે જ રિફંડની પ્રોસેસ પણ ઓટોમેટિકલી શરૂ થઈ જશે.'
ઈન્ડિગોએ મુસાફરોની માફી માગી
ઈન્ડિગોએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, અમે કન્ફર્મ કરીએ છીએ કે 5 ડિસેમ્બર, 2025એ દિલ્હી એરપોર્ટથી રવાના થયેલી ઈન્ડિગોની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રાત્રે 11:59 PM સુધી કેન્સલ રહેશે. અમે પોતાના તમામ કિમતી ગ્રાહકોની માફી માગીએ છીએ, જેના પર આ અચાનક બનેલી ઘટનાઓની ખુબ અસર પડી છે.
ઈન્ડિગો સંકટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું મોટું નિવેદન
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, 'આજે રાતથી પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે. અમે સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આજે અડધી રાત્રે તમામ ફ્લાઈટ શેડ્યૂલ સ્થિર થઈ જશે અને નોર્મલ થવા લાગશે. આગામી કેટલાક દિવસોમાં સંપૂર્ણ સર્વિસ અને સ્થિરતા પરત આવી જશે. મુસાફર ઈન્ડિગો અને બીજાના લગાવેલા ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ઘરેથી જ ફ્લાઈટ્સને ટ્રેક કરી શકે છે.'
DGCAએ ઈન્ડિગોની તમામ માંગ સ્વીકારી
DGCAએ ઈન્ડિગોની તમામ માગને સ્વીકારી લીધી છે અને નિયમોમાં રાહત આપી છે. DGCA વિકલી આરામથી જોડાયેલો આદેશ પરત લીધો છે. હવે એરલાઇન્સ જરૂર પડવા પર અઠવાડિયાની જગ્યાએ 'લીવ'ને માની શકે છે. પહેલા વિકલી આરામને લઈને આ નિયમ હતો કે 7 દિવસ કામ કર્યા બાદ સતત 48 કલાકનો આરામ આપવાનો થતો હતો. નાઈટ ડ્યૂટી હવે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલશે. પહેલા સવારે 5 વાગ્યા સુધી હતી. એરલાઇન્સે કહ્યું કે, પહેલાનો નિયમ રોસ્ટર બનાવવા અને ઉડાનોને નિયમિત રાખવામાં મુશ્કેલી ઉભી કરતો હતો.

