VIDEO: શ્રદ્ધાળુઓએ સરયૂ નદીમાં પવિત્ર સ્નાન કર્યું
સોર્સ : gstv
શ્રાવણ માસના અંતિમ સોમવારે અયોધ્યામાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સરયૂ નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. વહેલી સવારથી જ ભક્તો સરયૂ ઘાટ પર પહોંચ્યા હતા અને પવિત્ર ડૂબકી લગાવી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. સ્નાન બાદ ભક્તોએ ઘાટ પર દીવા પ્રગટાવી ધાર્મિક વિધિઓ પણ કરી હતી. હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર ઘાટ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણના અંતિમ સોમવારને લઈને અયોધ્યાના વિવિધ મંદિરોમાં પણ વિશેષ પૂજા અને દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું.

