VIDEO: સંસદ માર્ગ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત: મહિલા પત્રકારો સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો
સોર્સ : gstv
દિલ્હી પોલીસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલા લોકોને અટકાયતમાં લીધા છે. ૩ ઓક્ટોબરના રોજ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારો સાથે કથિત જાતીય ગેરવર્તણૂક અને હુમલાની ઘટના સામે એફઆઈઆર નોંધવાની માંગણી સાથે આ પ્રદર્શન યોજાયું હતું….પ્રદર્શનકારીઓનો આરોપ છે કે તેઓ રાતભર શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા છતાં પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને લાઠીચાર્જ કરી મહિલાઓ તથા દિવ્યાંગોને પણ માર માર્યો. અગાઉ મહિલા પત્રકારોની ફરિયાદના પગલે પોલીસે મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો, પરંતુ ન્યાયની માંગ સાથે પ્રદર્શન યથાવત રહ્યું હતું.

