Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Despite the spread of cervical cancer across the country including Gujarat, no action taken by governments

ગુજરાત સહિત દેશભરમાં સર્વાઇકલ કેન્સરનો રોગ ઝડપથી ફેલાઈ ગયો હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા નહીં

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત સહિત દેશભરમાં સર્વાઇકલ કેન્સરનો રોગ ઝડપથી ફેલાઈ ગયો હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા નહીં

રાજ્ય સહિત દેશભરમાં છેલ્લા ઘણાં વર્ષોથી સર્વાઈવલ કેન્સરનો રોગ ગંભીર સમાસ્યા બન્યો છે તે છતાં સરકાર દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. તેવામાં જે સરકાર ના કરી શકી તે રાજસ્થાનમાં રહેતી એક દીકરી કરી બતાવ્યું છે. છેવાડાના ગામો સુધી પહોંચાડી કેન્સરની વેક્સિન. 

App Store

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણ વર્ષથી સર્વાઇકલ કેન્સર\નો રોગ ચિંતાનો વિષે બન્યો છે તેમ છતાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી અને જાગૃતિ પણ લાવવામાં આવતી નથી.એક આંકડા મુજબ 2022 માં 3.8% બાળકોને આ બીમારી 9થી 17 વર્ષના હોય તેમને આ રોગ થઈ રહ્યો છે અને સર્વાઇકલ કેન્સરને રોકવા માટે કયા પ્રકારની વેક્સિન લેવી તેની પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાગૃતતા લાવવામાં આવતી નથી.

તે છતાં રાજસ્થાનમાં રહેતી અવની અગ્રવાલ એ 14 વર્ષની ઉંમરે આ રોગની માહિતી મળતા તેણે દેશભરમાં અભિયાન શરૂ કરી દીધું છે. રાજસ્થાન, ગુજરાત સહિત કેટલાક રાજ્યોની યુનિવર્સિટી સ્કૂલ-કોલેજમાં તેમજ અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આ વેક્સિન લેવાથી આ બીમારીને રોકી શકાય છે તેવું અભિયાન તેણીએ શરૂ કરી દીધું છે. HVP નામની વેક્સિન લેવાથી આ કેન્સરને રોકી શકાય છે. જોકે

બેથી ચાર હજારની આ વેક્સિન હોવાથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકો આ પ્રકારની વેક્સિન ન લઈ શકતા હોવાથી અવની અગરવાલે ફંડ ભેગું કરવાની શરૂ કર્યું છે. આ ફંડ ભેગું કરી ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને જરૂરિયાત મત નાના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. છેવાડાના ગામડાઓમાં મહિલાઓને પણ આ રોગથી માહિતગાર કરીને વ્યક્તિને આપવાનું કામ તે પોતે કરી રહી છે. હ્યુમ પાપી લોમાં વાયરસ એટલે કે એચપીવી વેક્સિન લેવાથી આ કેન્સરનો રોગ નિવારી શકાય છે. કર્ણાટકની સ્કૂલોમાં મફતમાં આ પ્રકારની વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે.