VIDEO: દેશમાં સસ્તા ઘરોની માંગ ઘટી, લક્ઝુરિયસ ઘર માટે લોકોનો ઝોક વધ્યો!
સોર્સ : gstv
2026માં ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે રિયલ એસ્ટેટ બજારમાં હાલ ભાવ ઘટાડા કરતાં વેચાણની ધીમી ગતિ મુખ્ય બાબત બની છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ મુજબ જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન દેશના ટોચના આઠ શહેરોમાં 2 લાખ 58 હજારથી વધુ ઘરો વેચાયા, જ્યારે 2 લાખ 79 હજારથી વધુ નવા ઘરોનું નિર્માણ થયું છે. વેચાણની ગતિ ધીમી પડતાં વણવેચાયેલા ઘરોની સંખ્યા વધી છે અને ઘર વેચાવાનો સરેરાશ સમય 5.8થી વધીને 6.1 ક્વાર્ટર થયો છે. સસ્તા અને મધ્યમ કિંમતના ઘરોની માંગ ઘટી છે, જ્યારે એક કરોડથી વધુ કિંમતના પ્રીમિયમ ઘરોનું વેચાણ વધ્યું છે. આમ, વેચાણમાં ધીમી ગતિ છતાં હાલમાં રિયલ એસ્ટેટના ભાવમાં મોટા ઘટાડાના સંકેત જોવા મળતા નથી.

