VIDEO : દિલ્હીમાં પોલીસ અને ગુનેગાર વચ્ચે સામસામે ફાયરિંગ, આરોપી સૂરજ ઉર્ફે કાણા ઝડપાયો
સોર્સ : gstv
દિલ્હી પોલીસે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રેમબારી બ્રિજ પાસે એક એન્કાઉન્ટર બાદ કુખ્યાત આરોપી સૂરજ ઉર્ફે કાણાની ધરપકડ કરી છે. પોલીસ અને ગુનેગાર વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સૂરજ ઉર્ફે કાણા અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું મનાય છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે તેની ધરપકડ કરવા જાળ બિછાવી હતી, પરંતુ શરણે થવાને બદલે તેણે ફાયરિંગ શરૂ કર્યું હતું. હાલ ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઓછું થશે.

