Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Police arrests agent who sent people to America through Dunki route

ડંકી રૂટથી લોકોને અમેરિકા મોકલનાર એજન્ટની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પંજાબ-હરિયાણામાં પણ કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ડંકી રૂટથી લોકોને અમેરિકા મોકલનાર એજન્ટની દિલ્હી પોલીસે કરી ધરપકડ, પંજાબ-હરિયાણામાં પણ કાર્યવાહી

ડંકી રૂટથી લોકોને અમેરિકા મોકલનારા એક એજન્ટની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે એક એવા એજન્ટની ધરપકડ કરી છે જે લોકોને ડંકી રૂટથી અમેરિકા મોકલતો હતો. પોલીસ અત્યાર સુધી છ એજન્ટોની ધરપકડ કરી ચુકી છે. એજન્ટની પૂછપરછ ચાલી રહી છે. માનવામાં આવે છે કે આરોપી પોલીસ પૂછપરછમાં કેટલાક મોટા રહસ્ય ખોલી શકે છે.  એજન્ટનું નામ અમિત અરોરા છે. મહત્ત્વપૂર્ણ છે કે ડંકી રૂટથી અમેરિકા ગયેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ પંજાબ-હરિયાણા અને ગુજરાતના લોકો હતા.

App Store

પંજાબ પોલીસે એજન્ટો સામે કરી કાર્યવાહી

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મામલે પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે. પંજાબ પોલીસે એક ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે જે હરિયાણાના કુરૂક્ષેત્રના થાનેસરમાં રહે છે. પંજાબ પોલીસે તેની પટિયાલાથી ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ તપાસમાં કબૂલ કર્યુ કે તેને 9 દેશમાં થઇને લોકોને અમેરિકા પહોંચાડ્યા હતા.

ગુજરાત પોલીસ કેમ એજન્ટોને પકડી શકતી નથી?

રાજકોટ પાયલ હોસ્પિટલ કાંડના CCTV કેસમાં ગુજરાત પોલીસે 3000 કિલોમીટર દૂર રહેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા પણ ગુજરાતીઓને ડંકી રૂટ દ્વારા અમેરિકા ઘુસાડનારા એજન્ટોને હજુ સુધી પકડી શકી નથી. ડોનાલ્ડ ટ્રમ્પના બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યાં છે. અમેરિકામાંથી ગેરકાયદેસર અત્યાર સુધી ત્રણ ફ્લાઇટમાં 74 ગુજરાતીઓને પરત મોકલવામાં આવ્યા છે. પોલીસે આ લોકોને પોલીસ વાનમાં બેસાડીને તેમના ઘરે તો પહોંચાડી દીધા પણ તેમને ડંકી રૂટથી અમેરિકા મોકલનારા એજન્ટોને હજુ સુધી પકડી શકી નથી.

ભારતના 332 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ડિપોર્ટ 

અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુંખાર અપરાધીઓની જેમ જ લાવવામાં આવ્યા હતા.