કેજરીવાલને CM પદેથી હટાવવાની માંગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે. અમે તેની ન્યાયિક સમીક્ષા ન કરી શકીએ. દિલ્હી હાઈકોર્ટે આ સાથે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી હતી.
કેજરીવાલની અરજી પર સુનાવણી કરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં ઈડી દ્વારા ધરપકડ અને ઈડીના રિમાંડને પડકારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ તેમને 6 દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

