VIDEO: દિલ્હી મતદાર યાદી વિવાદ: ૪૭.૭ લાખ મતદારો ડ્રાફ્ટ યાદીમાંથી બહાર, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વાંધા અરજી કરી શકાશે
સોર્સ : gstv
દિલ્હીની મતદાર યાદીમાંથી 47 લાખ 70 હજાર મતદારો બાકાત રહેવાનો મોટો મુદ્દો સામે આવ્યો છે. કુલ 1 કરોડ 45 લાખ નોંધાયેલા મતદારોમાંથી ડ્રાફ્ટ યાદીમાં માત્ર 97 લાખ 50 હજાર મતદારોનો જ સમાવેશ કરાયો છે. ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન બાકીના મતદારોને ગેરહાજર, સ્થળાંતરિત કે મૃત જાહેર કરાયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ બાકાત રહેલા લોકોને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ૬ દ્વારા દાવા અને વાંધા રજૂ કરવા સમય આપ્યો છે. આ પ્રક્રિયા બાદ ૪ નવેમ્બરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.

