કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાને મંજૂરી, કેબિનેટની બેઠકમાં લેવાયા આ નિર્ણયો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠનો દ્વારા 8માં પગાર પંચની જોરશોરથી માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. આ નિર્ણયથી મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 58 ટકાથી વધીને હવે 60 ટકા થઈ ગયું છે.
એરિયર સાથે મળશે પગાર
આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે. જેનો અર્થ એ છે કે કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું બાકી નીકળતું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ મહિનાથી આ જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં આ સમાચારથી આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે લાભ
સરકારના આ નિર્ણયનો સીધો લાભ આશરે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શનધારકોને મળશે. વધતી જતી મોંઘવારી વચ્ચે આ 2 ટકાનો વધારો કર્મચારીઓના ખિસ્સાને રાહત આપશે.






