પ્રયાગરાજમાં ટ્રાન્સજેન્ડર જગદગુરુ હિમાંગી સખી પર જીવલેણ હુમલો, વીડિયો આવ્યો સામે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાનો વિરોધ કરી રહેલા ટ્રાન્સજેન્ડર જગદગુરુ હિમાંશી સખી પર જીવલેણ હુમલો થયો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર હુમલાનો આરોપ છે. આ બાબતને મમતા કુલકર્ણી વિરુદ્ધના વિરોધ સાથે જોડીને જોવામાં આવી રહી છે. આ ઘટના અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે.

