VIDEO: મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો
સોર્સ : gstv
મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. ઘટનાના તુરંત બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રાજકીય ક્ષેત્રે અને પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારમાં આવેલા એક પ્રખ્યાત ગુરુદ્વારા પાસે એક નિહંગ દ્વારા કિરપાણ વડે સુખબીર સિંહ બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન સુખબીર સિંહ બાદલના જમણા હાથમાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમને ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

