VIDEO: પુષ્કરમાં ૧૦૮ શિવલિંગ મંદિરે દર્શન
સોર્સ : gstv
રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ પુષ્કરમાં આવેલ ૮૦૦ વર્ષ જૂના ઔધડદાની ૧૦૮ શિવલિંગ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આ ઐતિહાસિક મંદિરમાં એક જ પરિસરમાં ૧૦૮ પ્રાકૃતિક શિવલિંગ સ્થાપિત થયેલા છે, જે આ ધાર્મિક સ્થળને અત્યંત વિશેષ અને અદ્ભુત બનાવે છે.પવિત્ર શ્રાવણ મહિનામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને જલાભિષેક કરવા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓ મહાદેવને જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પો અર્પણ કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર પરિસરમાં આખો દિવસ 'હર હર મહાદેવ'ના પવિત્ર નારાઓ ગુંજી રહ્યા છે અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

