VIDEO: હૈદરાબાદમાં સાયબર જાગૃતિ અભિયાન યોજાયું
સોર્સ : gstv
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ સામે નાગરિકોને જાગૃત કરવા માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ અભિયાનમાં તેલંગાણાના ડીજીપી સીવી આનંદ, હૈદરાબાદના પોલીસ કમિશનર સજ્જનાર તેમજ જાણીતા દક્ષિણ ભારતીય અભિનેતા અક્કીનેની નાાર્જુન ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ વધતા જતા સાયબર અપરાધો સામે સાવચેત રહેવા અને ડિજિટલ સુરક્ષા અપનાવવા માટે ઉપસ્થિત લોકોને કિમતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેલિબ્રિટીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિએ યુવાનો અને સામાન્ય જનતામાં સોશિયલ મીડિયા તથા ઓનલાઈન લેવડદેવડમાં સાવચેતી રાખવા માટેનો એક મજબૂત સંદેશ પહોંચાડ્યો હતો.

