VIDEO: ભારે વરસાદમાં ક્રશર પ્લાન્ટ ધરાશાયી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ભારે વરસાદ વચ્ચે બંધ ક્રશર પ્લાન્ટનો પાયો ધરાશાયી થતાં ચાર મજૂરોના મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંધ પડેલા ક્રશર પ્લાન્ટની ફાઉન્ડેશન અચાનક તૂટી પડતાં તેની નીચે મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ચાર મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને કારણે ફાઉન્ડેશન નબળું પડ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિર્ઝાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ પવન કુમાર ગંગવારે ઘટનાની માહિતી આપી હતી.

