આરજી કર મેડિકલ કોલેજ કેસમાં કોર્ટનો મોટો ચૂકાદો,આરોપી સંજય રોયને આજીવન કેદ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટ સોમવારે દોષિત સંજય રોયને સજા સંભળાવી છે. 50 હજાર રૂપિયાનો દંડ તેમજ આજીવન કેદની સજા સંભળાવી છે. ૧૬૨ દિવસ પછી ૧૮ જાન્યુઆરીના રોજ, સેશન્સ જજ અનિર્બાન દાસે સંજયને દોષિત જાહેર કર્યા બાદ ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો હતો. આજે તેમાં સજા સંભળાવી છે.
સજાની સુનાવણી કરતાં જજે સંજય રોયને કહ્યું- તમે દોષિત છો. તમારા પર હત્યા-રેપનો આરોપ સાબિત થયો છે. તમે જઘન્ય કૃત્ય કર્યું છે. એક ભાવિ ડોક્ટર સાથે ખૂબજ જઘન્ય કૃત્ય થયું છે. એમાં માફી ન આપી શકાય.
જાન્યુઆરીએ કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો
સીબીઆઈએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્વપૂર્ણ પુરાવો પૂરો પાડયો હતો. આવા મહત્વપૂર્ણ પૂરાવાના આધારે સેશન્સ કોર્ટે શનિવારે સંજય રોયને દોષિત ઠેરવવા ઠેરવ્યો હતો. જ્યારે આજે સોમવારે તેને સજા ફટકારાઈ છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડઃ ધામી કેબિનેટે લીધો મોટો નિર્ણય, UCC નિયમાવલીને આપી મંજૂરી
આરોપી સંજયની દલીલ પર ન્યાયાધીશે કહ્યું, 'મેં તમને મારી સાથે વાત કરવા માટે લગભગ અડધો દિવસ આપ્યો હતો.' મેં તમને ૩ કલાક સાંભળ્યા. મારી સમક્ષ જે પણ આરોપો, પુરાવા, દસ્તાવેજો, સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી હતી અને તેના આધારે મેં તમને દોષિત ઠેરવ્યા છે. તમે પહેલાથી જ દોષિત સાબિત થઈ ચૂક્યા છો. હવે હું સજા વિશે તમારા મંતવ્યો સાંભળવા માંગુ છું. તમારા પરિવારમાં કોણ કોણ છે? શું તેઓ તમારા સંપર્કમાં રહે છે? આ અંગે સંજયે કહ્યું કે જ્યારથી તે જેલમાં હતો ત્યારથી કોઈ તેને મળ્યું નથી.
સીબીઆઈના વકીલે આ દલીલ આપી અને મૃત્યુદંડની માંગ કરી
સીબીઆઈના વકીલે કહ્યું કે આ એક દુર્લભ કેસ છે. પીડિતા એક તેજસ્વી વિદ્યાર્થીની હતી. આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. માતાપિતાએ તેમની પુત્રી ગુમાવી છે. જો ડોકટરો સુરક્ષિત ન હોય તો શું કહી શકાય? ફક્ત મૃત્યુદંડ જ સમાજમાં વિશ્વાસ લાવી શકે છે.
આરોપી સંજય રોયે ન્યાયાધીશને કહ્યું, "મેં કંઈ કર્યું નથી, ન તો બળાત્કાર કે ન તો હત્યા. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તમે બધું જોયું છે. હું નિર્દોષ છું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. મારી પાસે સહીઓ કરાવવામાં આવી છે.
જણાવી દઈએ કે સીબીઆઈના વકીલે ફાંસીની સજાની માંગ કરી.
સંજય રોયને સવારે લગભગ 10:15 વાગ્યે જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો. બપોરે ૧૨.૩૦ વાગ્યે કોર્ટના નિર્ણય પહેલાં સંજય રોયનું નિવેદન સાંભળવામાં આવ્યું. સંજય પીડિતાના પિતા દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. આ પછી સજાની જાહેરાત કરવામાં આવશે. સંજયની સજા માટે ૧૬૦ પાનાનો ચુકાદો લખવામાં આવ્યો છે. સંજય રોયને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
૧. કલમ ૬૪ (બળાત્કાર): ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ કરે છે.
૨. કલમ ૬૬ (પીડિતાના મૃત્યુનું કારણ બનવું અથવા તેને સતત બેભાન અવસ્થામાં રાખવાનું કારણ બનવું): ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા. આ સજાને આજીવન કેદ સુધી વધારી શકાય છે.
૩. કલમ ૧૦૩(૧) (હત્યા): મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા પૂરી પાડે છે.
પશ્ચિમ બંગાળઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યા છે. મળતા અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું કે, આ કેસમાં સજા સોમવારે (20 જાન્યુઆરી, 2025) ના રોજ સંભળાવવામાં આવશે.
આ કેસની સુનાવણી દરમિયાન સંજય રોયે જજને કહ્યું કે, તે નિર્દોષ છે. મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આવું કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. આમાં એક IPS અધિકારી સંડોવાયેલા છે. સંજય રોયે કહ્યું કે,હું હંમેશા મારા ગળામાં રુદ્રાક્ષની માળા પહેરું છું. જો મેં કોઈ ગુનો કર્યો હોત અને કોઈ ઝપાઝપી થઈ હોત તો મારી માળા ઘટનાસ્થળે જ તૂટી ગઈ હોત. હું આ ગુનો કરી શકતો નથી.
કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ BNS કલમ 64,66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ એવી છે કે, તે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગયો હતો અને સેમિનાર રૂમમાં જઈને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડોક્ટર પર હુમલો કરીને તેની હત્યા કરી હતી.

