Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Countries including America, Britain have issued advisories for their citizens

અમેરિકા, બ્રિટન સહિતના દેશોએ તેમના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, જાહેર સ્થળોએ સાવચેત રહેવા તાકીદ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકા, બ્રિટન સહિતના દેશોએ તેમના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી, જાહેર સ્થળોએ સાવચેત રહેવા તાકીદ
સોર્સ : GSTV

દિલ્હીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટની દુનિયાભરના દેશોએ ટીકા કરી છે. અમેરિકા અને ઈંગ્લેન્ડે દિલ્હીના રેડ ફોર્ટ અને ચાંદની ચોક જેવા વિસ્તારોથી દૂર રહેવા તેમના નાગરિકોને જણાવી દીધું છે. આ ઉપરાંત અન્ય દેશોના દૂતાવાસોએ પણ તેમના દેશના નાગરિકોને સૂચના આપી દીધી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું.

App Store

જાહેર સ્થળોએ ખૂબ જ સાવચેતી રાખવા તાકીદ 

ખાસ કરીને માર્કેટ, ટ્રાન્સપોર્ટ મથકો અને જાહેર સ્થળોએ ખૂબ જ સાવચેતી રાખવી. વિશેષ સૂચના તે પણ અપાઇ છે કે પ્રવાસન માટે દિલ્હી જવું હોય તો પહેલાં મીડીયા રીપોર્ટસ વાંચી લેવા કે ટીવી ઉપર જોઈ લેવા.

ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં વિદેશ મંત્રાલયે આવી ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કરતાં તેના નાગરિકોને ઉપરોક્ત સૂચનાઓ આપવા સાથે ભારતમાં રહેલા પોતાના નાગરિકોને મહત્વની સૂચનાઓ આપવા દૂતાવાસોને જણાવી દીધું છે. આ દૂતાવાસોએ 'હેલ્પ-લાઇન' પણ બહાર પાડી દીધી છે.