Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Container's brake failure in Pune, 5 killed after colliding with 6 to 7 vehicles

VIDEO: પુણેમાં બે કંન્ટેનર સામસામે ટકરાયા, આગમાં 8 લોકો જીવતા સળગ્યા

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : google

મહારાષ્ટ્રના પુણેમાં નવલે પુલ ઉપર મોટી દુર્ઘટના થઈ છે. પૂર ઝડપે જઈ રહેલા કંટેનરની બ્રેક ફેલ થયા બાદ આ ઘટના બની છે. 6થી 7 ગાડીઓ ટકરાવાને કારણે બે ટ્રકોમાં આગ લાગવાના સમાચાર છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાના સમાચાર છે.  

App Store

પુણેના નવલ પુલ ઉપર બે કંન્ટેનર ટ્રક ટકરાતા એક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. એક કાર આ બંને ટ્રકની વચ્ચે ફસાઈ જતાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ફાયર વિભાગ મુજબ 8 ડેડબોડી નિકાળવામાં આવી છે. સળગતા વાહનોમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની સંભાવના છે. એટલે મૃતકોનો આંક હજુ વધી શકે છે.