Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Conscious prostitution is not a crime', a major decision of the Supreme Court

'મરજીથી દેહવ્યાપાર ગુનો નથી, વેશ્યાલય ચલાવવું એ ગુનો', સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'મરજીથી દેહવ્યાપાર ગુનો નથી, વેશ્યાલય ચલાવવું એ ગુનો', સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય
સોર્સ : GSTV

સુપ્રિમ કોર્ટે દેશમાં દેહવ્યાપાર સાથે જોડાયેલા આશરે 70 વર્ષ જૂના કાયદાની ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વ્યાખ્યા કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો કોઈ મહિલા એકલી પોતાના ગુજરાન કે આજીવિકા માટે દેહવ્યાપાર કરે છે, તો તેના રહેઠાણને કાયદાકીય રીતે 'બ્રોથલ' એટલે કે 'કોઠો' ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો તે જગ્યા પર અન્ય કોઈ સેક્સ વર્કર કે કોઈ વચેટિયો સામેલ ન હોય, તો પોલીસ તે પરિસર પર આ આધાર પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં.

App Store

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે 'ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ' (ITPA), 1956નું બારીકાઈથી વિશ્લેષણ કર્યા બાદ આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આશરે 298 પાનાના આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, "આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેહવ્યાપારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કે તેને સંપૂર્ણ રીતે ગુનો જાહેર કરવાનો નથી. પરંતુ તેનો અસલી હેતુ તેના વ્યાપારીકરણ અને સંગઠિત રીતે ચલાવવામાં આવતા ગેરકાયદેસર ધંધા પર રોક લગાવવાનો છે."

સ્વૈચ્છિક દેહવ્યાપાર કરવો એ ગુનો ન કહેવાય

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાવું ગેરકાયદે નથી. જોકે, વેશ્યાલય ચલાવવું ગેરકાયદે છે. ITPA 1956માં અમલમાં આવ્યો હતો. તેમાં અનેક કલમો છે અને આ કાયદામાં વેશ્યાલય ચલાવવાને ગુનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ કાયદાની કલમ 3 જણાવે છે કે, જો કોઈ પણ વ્યક્તિ દેહવ્યાપાર ચલાવવા માટે પોતાની જગ્યા ભાડે આપે છે અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.

શું છે ITPA નો કાયદો?

આ કાયદાની કલમ 4 જણાવે છે કે, કોઈપણ વ્યક્તિ માટે સેક્સ વર્કરની કમાણીનો ઉપયોગ કરવો એ ગુનો છે. આ કલમ સેક્સ વર્કરના પરિવારને પણ લાગુ પડે છે. જ્યારે કલમ 5 જણાવે છે કે, બળજબરી, લલચાવી અથવા મજબુરથી કોઈને દેહવ્યાપારમાં ધકેલી દેવા એ પણ ગુનો છે. કલમ 7 જણાવે છે કે, જાહેર સ્થળ અથવા ધાર્મિક સ્થળથી 200 મીટરની અંદર સેક્સ વર્કમાં જોડાવું એ ગુનો છે. જો કે, આ કાયદામાં ક્યાંય સંમતિથી સેક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે બુદ્ધદેવ કર્માકર વિરુદ્ધ બંગાળ રાજ્યના કેસમાં પણ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. આ કેસ સેક્સ વર્કર્સના પુનર્વસન અને અધિકારોથી સંબંધિત હતો. કોર્ટે કહ્યું કે, જેમ બંધારણની કલમ 21 દરેક વ્યક્તિને જીવનનો અધિકાર આપે છે, તેમ સેક્સ વર્કર્સ પણ ભારતના નાગરિક છે અને તેમને કાનૂની રક્ષણ મળવું જોઈએ.

ભારતના કાયદા પંચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વારંવાર ખુલાસો થયો છે કે, સેક્સ વર્કર્સ સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય છે. તે તેમના ગૌરવને નુકસાન પહોંચાડે છે. સંમતિથી સેક્સ વર્ક ગુનો નથી. તેથી, જો કોઈ વ્યક્તિ ITPA ના કાયદાની અન્ય જોગવાઈનો ઉલ્લંઘન કરી રહ્યું નથી તો તેમને હેરાન ન કરવા જોઈએ.

આ નિર્ણયમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનને કહ્યું કે, ' જો કોઈ પોતાની મરજીથી સેક્સ વર્ક કરી રહ્યું છે તો તેમને કસ્ટડીમાં લેવા કે સુધાર ગૃહમાં મોકલવાની જરૂરત નથી.