Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress worried over Haryana assembly elections, battle for supremacy between Hooda and Selja

હુડ્ડા અને સેલજા વચ્ચે વર્ચસ્વની લડાઈ, હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ચિંતામાં

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2024
લાઇવ ટીવીGoogle News
હુડ્ડા અને સેલજા વચ્ચે વર્ચસ્વની લડાઈ, હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ચિંતામાં

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા પછી કુમારી સેલજા કરનાલમાં રાહુલ ગાંધીની રેલીમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ કુમારી સેલજાએ ફતેહાબાદમાં પણ પ્રચાર કર્યો હતો. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યો છે કે, ટિકિટ ફાળવણી બાદ કુમારી સેલજા ખુશ છે. પરંતુ તાજેતરની ઘટના પરથી એવું બિલકુલ લાગતું નથી અને હાલ સેલજા પાર્ટીના મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી રહી નથી.

App Store

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં સેલજા હાજર ન રહી

કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સવારે ચંદીગઢમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં કુમારી સેલજા ઉપરાંત રણદીપ સુરજેવાલાએ અંતર જાળવી રાખ્યું હતું. ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમ દ્વારા ફરી એકવાર કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, શનિવારે સેલજાના ચંદીગઢથી માત્ર 40 કિલોમીટર દૂર કાલકા અને 15 કિલોમીટર દૂર પંચકુલામાં કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં તે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં હાજર રહી ન હતી.

રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા

12 સપ્ટેમ્બરે ટિકિટ ફાળવણી માટેની અંતિમ યાદી બહાર આવી ત્યારથી કોંગ્રેસ પાર્ટીના કુમારી સેલજા નારાજ જોવા મળી રહ્યા હતા. તેમણે લગભગ 14 દિવસ હરિયાણાથી દૂર રહ્યા. પરંતુ 26 સપ્ટેમ્બરે તેમણે અસંધમાં રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા. આ દરમિયાન મંચ પર તેમના સંબોધન દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું નામ લેવામાં આવ્યું હતું. તેવામાં રાહુલ ગાંધી સાથે વાતો કરતા નજરે ચડ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવ્યું હતું કે, સેલજાની નારાજગી દૂર થઈ. પરંતુ હુડ્ડા જ્યાં હાજર છે તે કાર્યક્રમમાં સેલજા જઈ રહી નથી.