VIDEO: ઉત્તરાખંડ SIR મુદ્દે કોંગ્રેસનું ધરણું
સોર્સ : gstv
નવી દિલ્હીમાં ઉત્તરાખંડમાં SIRના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચની કચેરી બહાર ધરણું યોજ્યું હતું. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા તથા SIR સંબંધિત મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ધરણા દરમિયાન નેતાઓએ પોતાની માંગણીઓ અને વાંધાઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના અધિકારીઓને આવેદનપત્ર સોંપ્યું હતું. કોંગ્રેસે SIR પ્રક્રિયા અંગે પોતાની ચિંતાઓ રજૂ કરી અને સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી. ચૂંટણી પંચની કચેરી બહાર થયેલા વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ લોકશાહી અને મતદાર યાદી સંબંધિત મુદ્દાઓ પર પોતાની રજૂઆત સ્પષ્ટ કરી હતી.

