Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress leader Nana Patole workers washed their feet with milk

VIDEO: કોંગ્રેસ નેતા નાના પટોળેના કાર્યકર્તાઓ દૂધથી પગ ધોયા

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોળેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વાઇરલ વીડિયોમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર પક્ષના બે કાર્યકરો તેમના પગ દૂધથી ધોતા જોવા મળી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. જોકે, આ વિવાદ વચ્ચે નાના પટોળેએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે,  હું સામાન્ય રીતે આવા કૃત્યોને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ કાર્યકરોના અતિશય આગ્રહને કારણે મેં આ સંમતિ આપી હતી.સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં નાના પટોળે ખુરશી પર બેઠા છે અને પોતાના મોબાઇલ ફોનમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. આ દરમિયાન બે કોંગ્રેસ કાર્યકરો પૂજા અને મંત્રોચ્ચાર વચ્ચે તેમના પગ દૂધથી ધોઈ રહ્યા છે અને તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. આ વિધિ પૂર્ણ થયા બાદ નાના પટોળે કાર્યકરોને આશીર્વાદ આપતા પણ જોવા મળે છે.

App Store