Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress Attack Modi Government After Freeze Bank Account

‘કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, ન્યાયિક એજન્સીઓનો દૂરઉપયોગ’, ખડગેના મોદી સરકાર પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
‘કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, ન્યાયિક એજન્સીઓનો દૂરઉપયોગ’, ખડગેના મોદી સરકાર પર પ્રહાર

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ કરી હતી.ખડગેએ આ દરમિયાન કહ્યુ કે, લોકતંત્ર માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે.

App Store

ચૂંટણી બોન્ડ પર દેશની છબી ખરાબ થઇ- ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડને કારણે દેશની છબી ખરાબ થઇ છે. પક્ષ પાસે સમાન સંસાધન જરૂરી છે. ED અને બીજી એજન્સીઓ પર નિયંત્રણ ના હોવું જોઇએ.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- ઇલેક્ટોરલ બોન્ડને લઇને જે સત્ય સામે આવ્યું છે તે ચિંતાજનક અને શરમજનક છે તેનાથી દેશની છબી ખરાબ થઇ છે. હવે ષડયંત્ર હેઠળ મુખ્ય વિપક્ષી દળના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ સત્તાધારી પક્ષ દ્વારા ખતરનાક રમત રમવામાં આવી રહી છે. આ ફ્રી એન્ડ ફેયર ઇલેક્શન ના કહી શકાય.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપે ચૂંટણી બોન્ડથી 56 ટકા મેળવ્યા, કોંગ્રેસને માત્ર 11 ટકા બોન્ડ મળ્યા છે. અમારા ખાતા ફ્રીઝ કરી દીધા છે.ખાતા ફ્રીઝ કરવા સત્તાધારીનો ખતરનાક ખેલ છે. ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે- તેમની દરેક જગ્યાએ ફાઇવ સ્ટાર ઓફિસ છે. કોઇ આટલા રૂપિયા કોઇ કેવી રીતે ભેગા કરી શકે છે. કોઇ રાજકીય પક્ષ ઇન્કમટેક્સના દાયરામાં નથી. ભાજપ ક્યારેય કોઇ ટેક્સ આપતું નથી.

કોંગ્રેસના બેન્ક ખાતા પર હુમલો થયો- માકન

અજય માકને કહ્યુ કે, 295 કરોડનો ઉપયોગ કરી શકતા નથી. કોંગ્રેસના બેન્ક ખાતા પર હુમલો થયો છે. આ ભારતના લોકતંત્ર પર હુમલો છે. જાહેરાતના કામ માટે પૈસા નથી. કોંગ્રેસને અપંગ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.