VIDEO: દિલ્હીમાં સીએનજી ભાવવધારો
સોર્સ : gstv
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા દિલ્હી અને સમગ્ર NCR વિસ્તારમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૩.૮૯નો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દર શનિવાર સવારે ૬ વાગ્યાથી લાગુ થઈ ગયા છે, જેના કારણે દિલ્હીમાં હવે સીએનજીનો ભાવ રૂ. ૮૩.૦૯થી વધીને પ્રતિ કિલો રૂ. ૮૬.૯૮ થઈ ગયો છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આયાતી એલએનજી ના ભાવ બમણા થતાં કંપની પર ઈનપુટ ગેસ ખર્ચનું ભારણ વધ્યું છે. તેના પરિણામે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ દર રૂ. ૯૫.૫૯ સુધી પહોંચી ગયા છે. દરરોજ સીએનજી કાર, ઓટો અને ટેક્સી ચલાવતા દિલ્હીના લાખો વાહનચાલકો તેમજ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર આ નિર્ણયથી સીધી અસર પડશે અને મોંઘવારીનો સામનો કરવો પડશે.

