VIDEO: CM યોગીનો સપા પર પ્રહાર, PDA નારા પર નિશાન
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PDA એટલે કે પછાત, દલિત અને લઘુમતીના નારાને લઈને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતાં CM યોગીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરવામાં તેમની ભૂમિકાને યાદ કરી હતી. યોગી આદિત્યનાથે સપા પર કલ્યાણ સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે PDAના ‘P’ના અર્થને લઈને સપા પર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો સમય પ્રમાણે રંગ બદલે છે. સાથે જ તેમણે કલ્યાણ સિંહના જીવનને ‘હિંદુ ગૌરવ દિવસ’ તરીકે મનાવવાની વાત પણ કરી હતી.

