VIDEO: કોલકાતામાં સીએમ શુભેન્દુની ‘ગેરુઆ સન્માન યાત્રા’, મોટી સંખ્યામાં લોકો જોડાયા
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતામાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં ‘ગેરુઆ સન્માન યાત્રા’ યોજાઈ હતી. ભગવા ટી-શર્ટ અને ઝંડા સાથે શુભેન્દુ અધિકારીએ ગોલપાર્કથી જાદવપુર 8બી બસ સ્ટેન્ડ સુધીની અંદાજે 3 કિલોમીટરની પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. યાત્રામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાદવપુર યુનિવર્સિટીના મુખ્ય ગેટને બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. યાત્રાની પૃષ્ઠભૂમિ જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ચાલી રહેલા પોસ્ટર, ગ્રાફિટી અને નારાબાજીના વિવાદ સાથે જોડાયેલી છે.

