VIDEO : ચારધામ યાત્રાની તૈયારીઓની CM પુષ્કર સિંહ ધામીએ ગ્રાઉન્ડ ઝીરો પર કરી સમીક્ષા
સોર્સ : gstv
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા રુદ્રપ્રયાગમાં આગામી ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે યાત્રાના રૂટ, રસ્તાની સ્થિતિ અને શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરી હતી.મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં કોઈ કમી રહેવી જોઈએ નહીં. તેમણે રૂટ પરના પીવાના પાણી, વીજળી અને આરોગ્ય કેન્દ્રોની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું, જેથી શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વગર દર્શન કરી શકે.

