ગાય-ભેંસના દૂધમાં પ્રતિ લિટર 6 રૂપિયાનો વધારો, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર વધારો કરાતાં પશુપાલકોને આનો સીધો ફાયદો મળશે. સામાન્ય લોકો માટે હિમાચલ પ્રદેશમાં હવે ગાય અને ભેંસનું દૂધ મોંઘુ થઈ ગયું છે. દૂધના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ બજેટમાં આની જાહેરાત કરી હતી.
ભેંસના દૂધના ભાવ 61 રૂપિયા પ્રતિ લિટર થયો
ગાય- ભેંસના દૂધ વધારાની જાહેરાત બાદ હવે હિમાચલમાં ગાયના દૂધનો ભાવ 45 રૂપિયાથી વધીને 51 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ભેંસના દૂધનો ભાવ 55 રૂપિયાથી વધીને 61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
હિમાચલના સીએમ સુક્ખુએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે હું હિમાચલ પ્રદેશનું સુવર્ણ બજેટ રજૂ કરી રહ્યો છું. આનાથી આત્મનિર્ભર રાજ્યની વિભાવના સાકાર થશે અને રાજ્યની પ્રગતિને વેગ મળશે. દોઢ વર્ષમાં અમારી સરકારે લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે અને વિકાસના નવા દાખલા બેસાડ્યા છે. લોકોના સમર્થન અને આશીર્વાદથી હિમાચલને એક આત્મનિર્ભર અને સમૃદ્ધ રાજ્ય બનાવીશું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોના સમર્થન અને આશીર્વાદથી આપણે હિમાચલને આત્મનિર્ભર અને સમૃદ્ધ રાજ્ય બનાવીશું.

