'ખુલ્લામાં નમાજ કે પશુ બલિ નહીં...', મુખ્યમંત્રી યોગીએ બકરી ઇદ અંગે 10 કડક નિર્દેશો જારી કર્યા

સમગ્ર દેશમાં બકરી ઇદની તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે 28 મેના રોજ બકરી ઇદ ઉજવાવાની છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ "સક્રિય સ્થિતિમાં" છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને પોલીસ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટને બકરી ઇદ અંગે નિર્દેશો જારી કર્યા હતા. મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો છે કે, બકરી ઇદના દિવસે ખુલ્લી જગ્યાઓમાં નમાજ કે પશુ બલિ (કુર્બાની) ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગીએ બકરી ઇદ અંગે કુલ 10 કડક નિર્દેશો જારી કર્યા છે.
ખુલ્લામાં નમાજ નહીં - મુખ્યમંત્રી યોગી
બકરી ઇદના પ્રસંગે ઉત્તર પ્રદેશમાં વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો છે કે, કોઈપણ સંજોગોમાં બકરી ઇદ પર ખુલ્લી જગ્યાઓમાં નમાજ અદા ન કરવામાં આવે; તેના બદલે મસ્જિદ પરિસરમાં નમાઝ અદા કરવી. વધુમાં ખુલ્લા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પશુ બલિદાનની મંજૂરી નથી, પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર સખત પ્રતિબંધ છે, અને બકરી ઈદનો તહેવાર સ્થાપિત પરંપરાઓ અનુસાર ઉજવવામાં આવે છે. CM યોગીએ સ્વચ્છતા બાબતે કડક સૂચનાઓ જારી કરતા આદેશ આપ્યો છે કે ,બલિદાન પછી કોઈ કચરો કે ગંદકી ન થવા દેવી. ઈદગાહો પર પોલીસદળ તૈનાત રહેશે.
યોગીના 10 મુખ્ય નિર્દેશો
1. મસ્જિદ પરિસરમાં જ નમાઝ અદા કરવામાં આવે.
2. કોઈ પણ સંજોગોમાં ખુલ્લી જગ્યાઓમાં નમાઝ અદા કરવી નહીં.
3. રસ્તાઓને જામ કરીને નમાઝ અદા ન કરવી.
4. જો નમાઝીઓની સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં નમાજ પઢવી
5. ખુલ્લા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પશુ બલિદાનની મંજૂરી નથી.
6. પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર સખત પ્રતિબંધ છે.
7. કુરબાનીઓ પછી કોઈ કચરો કે ગંદકી એકઠી થવા ન દેવો.
8. બદમાશો અને તોફાન કરનારાઓ પર ખાસ નજર રાખવી.
9. ઈદગાહો પર પોલીસ દળો તૈનાત રહેશે.
10.સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવે.

