VIDEO: મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ NSUI ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરાવી
સોર્સ : GSTV
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ખાતે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ વર્ષ ૨૦૨૬ની 'NSUI સંગઠનાત્મક ચૂંટણીઓનું સત્તાવાર રીતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવા કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીઓ યુવા નેતૃત્વને ખીલવવામાં મોટી ભૂમિકા ભજવી હતી . તેમણે તમામ વિદ્યાર્થી નેતાઓને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ, NSUI ના રાષ્ટ્રીય તેમજ પ્રદેશ સ્તરના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

