VIDEO: છત્તીસગઢ પોલીસે બહાદુરી ચંદ્રકો મેળવવામાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ અને હોમગાર્ડના કર્મચારીઓ માટે બહાદુરી અને સેવા ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં છત્તીસગઢ પોલીસે સૌથી વધુ ૧૪૧ પુરસ્કારો મેળવીને ઇતિહાસ રચ્યો છે, જે કોઈપણ રાજ્ય પોલીસ કે સુરક્ષા સંગઠન દ્વારા અત્યાર સુધીના સર્વાધિક છે….આ રાષ્ટ્રીય સન્માનોમાં સમગ્ર દેશમાંથી કુલ ૧ હજાર ૫૭ કર્મચારીઓને ચંદ્રકો એનાયત થયા છે, જેમાં ૩૦૧ શૌર્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ સાથે છત્તીસગઢ પોલીસે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ જેવા સુરક્ષા દળોને પણ પાછળ છોડી દીધા છે.

