VIDEO: ચંદીગઢ: સુખના લેકનું જળસ્તર ૧૧૬૨ ફીટથી નીચે આવ્યું
ચંદીગઢના પ્રસિદ્ધ સુખના લેકમાં પાણીની આવક વધતાં ગત મોડી રાત્રે તંત્ર દ્વારા પૂર નિયંત્રણના ભાગરૂપે ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે લેકનું જળસ્તર મહત્તમ ક્ષમતા વટાવી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ફ્લડ ગેટ ખોલવામાં આવ્યા હતા. જોકે, નીચાણવાળા વિસ્તારો અને સુખના ચો ચોપાસ સલામતી સુનિશ્ચિત કર્યા બાદ સવાર સુધીમાં પાણીનું સ્તર ઘટીને ૧૧૬૨ ફીટથી નીચે પહોંચી ગયું છે. તંત્રના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સતત જળસ્તર પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પાણી છોડાવાના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી. હાલમાં લેકની સ્થિતિ સામાન્ય થતાં સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

