Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chakra from the murder of four women of the same family

VIDEO: એક જ પરિવારની ચાર મહિલાઓની હત્યાથી ચકચાર

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારની ચાર મહિલાઓની હત્યાથી ચકચાર મચી છે. ગીતા ઝા અને તેમની ત્રણ પુત્રીઓ નંદિની, રાધિકા અને ગૌરીના મૃતદેહ ઘરનાં અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય મહિલાઓના માથા અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મહિલાઓ ઊંઘી રહી હતી ત્યારે તેમના પર હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહિલાના પતિ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ઘટના બાદથી ફરાર હોવાનું સામે આવ્યું છે. આરોપીની શોધખોળ માટે પોલીસે અનેક ટીમો બનાવી છે અને હત્યાનું કારણ સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

App Store