VIDEO: અરુણાચલ પ્રદેશની મુલાકાતે કેન્દ્રીય ટીમ
સોર્સ : gstv
અરુણાચલ પ્રદેશના લોઅર અને ઇસ્ટ સિયાંગ જિલ્લામાં પૂરના કારણે ભારે તબાહી મચી છે, જેનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હાલ આ ટીમ દ્વારા અસરગ્રસ્ત સ્થાનોનું બારીકાઈથી નિરીક્ષણ કરી પૂરપીડિતોને ઝડપી રાહત આપવા તેમજ માળખાકીય સુવિધાઓના પુનનિર્માણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.. કેન્દ્રીય ટીમે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, તૂટી ગયેલા પુલ, ધોવાઈ ગયેલી ખેતીલાયક જમીન અને રહેણાંક વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ મેળવ્યો હતો..પૂરની આ ભયાનક આફત વચ્ચે કેન્દ્રીય અધિકારીઓએ સ્થાનિક પીડિતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની હાલાકી અને મુખ્ય જરૂરિયાતોને જાણી હતી.

