Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Central government approves 'Sarthak-PDS' scheme for 80 crore ration holders of the country

દેશના 80 કરોડ રાશન ધારકો માટે મોટા સમાચાર! 'સાર્થક-PDS' યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
દેશના 80 કરોડ રાશન ધારકો માટે મોટા સમાચાર! 'સાર્થક-PDS' યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી
સોર્સ : gstv

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે રાશન અને રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાશન લેનારા 80 કરોડ લોકોને સીધી અસર પડશે. સરકારે રાશન વ્યવસ્થા માટેની PDS (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ) સુવિધા વધુ સરળ અને આધુનિક બનાવવા માટે ‘સાર્થક-પીડીએસ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના માટે લગભગ 25530 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

App Store

નવી યોજના હેઠળ 4 મોટા ફેરફાર

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં 80 હજાર કરોડ લોકોને રાશન આપવાનું આવી રહ્યું છે, ત્યારે રાશન માટેના રજીસ્ટ્રેશનથી લઈને રાશન આપનારા દુકાનદારોના હિતમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ત્રણ ફેરફારોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને મદદ કરવાની, તેમાં ટેકનોલોજીની મદદ લેવાની અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી રાશન મેળવનારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનો ઉલ્લેખ છે.

 અશ્વિની વૈષ્ણવે નવા 3 ફેરફારોની માહિતી પણ આપી

પ્રથમ ફેરફાર મુજબ, અત્યાર સુધી રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના મોટા ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા-જુદા જિલ્લાઓ, ગામો અને છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવામાં આર્થિક ભારણનો સામનો કરવો પડતો હતો. જોકે હવે કેન્દ્ર સરકાર આનો ખર્ચ પોતે ઉપાડશે. આનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને લાભાર્થીઓ સુધી સમયસર રાશન પણ પહોંચી શકશે.

બીજા ફેરફાર મુજબ, રાશન પુરુ પાડતા દુકાનદારોનું કમિશન વધારવામાં આવશે. રાશન આપનારા ડીલરોનું કમિશન ઘણા સમયથી વધારવામાં આવ્યું નથી. ડીલરો પણ તેને વધારવાની સતત માંગ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વિકારી લીધી છે અને તેમનું કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે.
ત્રીજા ફેરફાર મુજબ, આખી રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક અને પારદર્શિ બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર નવી યોજના હેઠળ રાશન પહોંચાડવાનો ખર્ચ ઉઠાવશે, દુકાનદારોની કમાણી વધશે અને લાભાર્થીના રજીસ્ટ્રેશન સહિતની આખી સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને અત્યાધુનિક બનાવાશે.

બેઠકમાં વધતી જતી લૂ અંગે પણ ચર્ચા

આ ઉપરાંત બેઠકમાં દેશના કેટલાક રાજ્યોમાં પડી રહેલી લૂની પણ ચર્ચા કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં લૂની વર્તમાન સ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને મેસેજ પહોંચાડવા માટે અનેક ટ્વિટ પણ કર્યા છે. તેમના મેસેજે અંગે બેઠકમાં લૂની સમસ્યા નિવારવા ખાસ પગલા ભરવા પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘અસહ્ય ગરમી અને લૂ દરમિયાન નાગરિકોને રાહત આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી છે. આ માટે ખાસ સુવિધા અને ઉપાયો પર ધ્યાન અપાયું છે અને તેને આરોગ્ય મંત્રાલય, જળ સંશાધન ક્ષેત્ર સહિત સંબંધીત વિભાગો દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, જ્યારે આવા મોટા પડકારોનો સામનો કરવો હોય તો આપણે આખા દેશની રાષ્ટ્ર ભાવના સાથે આગળ વધવું જોઈએ.