Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Central government announces Padma awards on the eve of Republic Day

કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની કરી જાહેરાત, ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની કરી જાહેરાત, ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે (25 જાન્યુઆરી) 2024 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 5 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેત્રી વૈજયંતિ માલાને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતના સુરેશ સોનીને પણ પદ્મ શ્રી પુસ્કાર આપવામાં આવ્યો છે.

App Store

દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. તેમણે પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે.

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારોની યાદીમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને સામાજિક કાર્યકર જગેશ્વર યાદવ તેમજ ગુજરાતના બનાસકાંઠાના સુરેશ સોની સહિતના અનેક નામોનોસમાવેશ થાય છે, જેઓ બંને આસામના વતની છે. આ ઉપરાંત ચામી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિતના ઘણા પ્રતિભાશાળી લોકોનો પણ સમાવેશ થાય છે.

ગોવાના સ્વાતંત્ર્ય આંદોલનના સેનાની લિબિયા લોબો સરદેસાઈ, મધ્યપ્રદેશના ઉદ્યોગસાહસિક શૈલી હોલકર, મરાઠી લેખક મારુતિ ભુજંગરાવને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. દિલ્હી સ્થિત ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીરજા ભાટલા, સામાજિક કાર્યકર ભીમ સિંહ ભાવેશ, દક્ષિણ ભારતીય સંગીતકાર પી. દત્ચનમૂર્તિ, ફળ ખેડૂત એલ. હેંગથિંગને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવશે.

ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી હ્યુ અને કોલીન ગેન્ટઝર,પશ્ચિમ બંગાળના ઢાક વાદક ગોકુલ ચંદ્ર દાસ, પુડુચેરીના વાદ્યવાદક થાવિલ વાદક પી દત્તાચનમૂર્તિ કુવૈતના યોગ શિક્ષક શેખા એજે અલ સબાહ,  નાગાલેન્ડના ફળ ખેડૂત એલ હેંગથિંગને પદ્મશ્રી પ્રાપ્ત થશે. ભજન ભેરુ સિંહ ચૌહાણ, નવલકથાકાર જગદીશ જોશીલા પણ પદ્મશ્રી પુરસ્કાર મેળવનારાઓમાં સામેલ છે.

પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલાઓ છે. આ ઉપરાંત, વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 8 લોકોનો પણ સમાવેશ થાય છે. 9 વ્યક્તિઓને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

1

જોયનાચરણ બથારી

કળા (લોકગાયક)

અસમ

2

નરેન ગુરંગ: નેપાળી ગીત ગુરુ

કળા (ગાયન)

સિક્કિમ

3

વિલાસ ડાંગરે

ચિકિત્સા (હોમિયોપેથી)

મહારાષ્ટ્ર

4

શેખા એ જે અલ સબા

યોગ

કુવૈત

5

નિર્મલા દેવી: સુજનીના વૈશ્વિક દેવી

કળા (એમ્બ્રોઈડરી-સુજની)

બિહાર

6

રાધા બહિન ભટ્ટ: ગાંધી ઑફ ધ હિલ્સ

સામાજિક કાર્ય (ગાંધીવાદી)

ઉત્તરાખંડ

7

સુરેશ સોની: સાબરકાંઠાનો સહયોજક

સામાજિક કાર્ય (હેલ્થકેર)

સાબરકાંઠા (ગુજરાત)

8

પાંડી રામ માનવી: મુરીયા કે માન, બસ્તર કી શાન

હસ્તકળા

છત્તીસગઢ

9

જોનાસ મસેટી: બ્રાઝિલના વેદાંત ગુરુ

આધ્યાત્મિકતા

બ્રાઝિલ

10

જગદીશ જોશીલા: નિમાડીના નોવાલિસ્ટ

સાહિત્ય અને શિક્ષણ

મધ્ય પ્રદેશ

11

હરવિંદર સિંહ: કૈથલનો એકલવ્ય

ખેલ (દિવ્યાંગ), તીરંદાજી

હરિયાણા

12

ભેરુ સિંહ ચૌહાણ: નિર્ગુણ ભક્તિના ભેરુ

કળા

મધ્ય પ્રદેશ

13

વૈકપ્પા અંબાજી સુગાતકર: ઘુમંતુ ગુરુ

કળા (લોકગાયક)

કર્ણાટક

14

પી દચ્ચાનામૂર્તિ: થવિલ થલાઈવા

કળા ( સંગીત )

પુડ્ડુચેરી

15

નિરજા ભાટલા: સર્વાઇકલ કેન્સર ક્રૂસેડર

મેડિસિન ( સ્ત્રી રોગ )

દિલ્હી

16

મારુતિ ભુજંગરાવ ચિતમ્પલ્લી: મહારાષ્ટ્રના અરણ્ય ઋષિ

સાહિત્ય અને શિક્ષણ (મરાઠી)

મહારાષ્ટ્ર

17

ભીમવ્વા દોદાબલપ્પા સિલ્કેયાતારા: ગ્રેન્ડ મધર ઑફ ગોંબિયાતા

કળા

કર્ણાટક

18

સેલિ હોલ્કર: હોલ્કર વિવર ઑફ હોપ

વેપાર અને ઉદ્યોગ (ટેક્સટાઇલ)

મધ્ય પ્રદેશ

19

બતૂલ બેગમ: ભજનોના બેગમ

કળા (લોકગાયક)

રાજસ્થાન

20

વેલૂ આસાન

કળા (મ્યુઝિક-ઈન્સ્ટ્રુમેન્ટ-પરાઈ)

તમિલનાડુ

21

ગોકુળ ચંદ્રદાસ: મા દુર્ગોર ઢાકી દાસ

કળા (મ્યુઝિક- ઢાક)

પશ્ચિમ બંગાળ

22

વિજયલક્ષ્મી દેશામાને: હીલિંગ વિધ હોપ

મેડિસિન (ઓન્કોલોજી)

કર્ણાટક

23

ચૈતરામ દેવચંદ પવાર: વન કે વનબંધુ

સામાજિક કાર્ય (પર્યાવરણ)

મહારાષ્ટ્ર

24

લિબિયા લોબો સરદેસાઈ

સામાજિક કાર્ય (સ્વાતંત્ર્ય સેનાની)

ગોવા

25

પરમાર લવજીભાઈ નાગજીભાઈ- ટાંગલિયાનો તારણહાર

કળા (ટેક્સટાઇલ)

સુરેન્દ્રનગર (ગુજરાત)

26

જુમ્દે યોમગમ ગમલિન

સામાજિક કાર્ય (સેવા)

અરુણાચલ પ્રદેશ

27

હરિમન શર્મા- સેબ સમ્રાટ

અન્ય (ખેતી)

હિમાચલ પ્રદેશ

28

Hugh, Colleen Gantzer

શિક્ષણ (પ્રવાસ)

ઉત્તરાખંડ

29

ભીમસિંહ ભાવેશ

સામાજિક કાર્ય

બિહાર

30

L. Hangthing

અન્ય (ખેતી-ફળો)

નાગાલેન્ડ

 

પદ્મ પુરસ્કાર કોને મળે છે?

પદ્મ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે.