Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Case registered after fake voter list of Samantha Ruth Prabhu, Tamannaah Bhatia and Rakul Preet

હૈદરાબાદ પેટાચૂંટણી પહેલા સામંથા રૂથ પ્રભુ, તમન્ના ભાટિયા અને રકુલ પ્રીતનું ફેક વોટર લિસ્ટ વાઈરલ

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
હૈદરાબાદ પેટાચૂંટણી પહેલા સામંથા રૂથ પ્રભુ, તમન્ના ભાટિયા અને રકુલ પ્રીતનું  ફેક વોટર લિસ્ટ વાઈરલ
સોર્સ : GSTV

Hyderabad Fake Voter List: સોશિયલ મીડિયા પર હૈદરાબાદની એક નકલી મતદાર યાદી સામે આવી છે, જેમાં ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ, તમન્ના ભાટિયા અને રકુલ પ્રીત સિંહના નામ અને ફોટો સામેલ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, વાઈરસ વોટર યાદીમાં દર્શાવવામાં આવેલા નામ અને ફોટો ડૉક્ટર્ડ અને નકલી વોટર આઈડી સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મધુરા નગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

નકલી વોટર આઈડી અને ફોટોનો ઉપયોગ

સહાયક ચૂંટણી નોંધણી અધિકારી સૈયદ યાહિયા કમાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, વાઈરલ પોસ્ટમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે, એક્ટ્રેસ હૈદરાબાદમાં એક જ સરનામાં પર રજિસ્ટર્ડ મતદાર છે. આ સાથે તેમણે મતદાન ઓળખ પત્ર (IPIC) નંબર સાથે પણ છેડછાટ કરી હતી. આ સત્તાવાર ચૂંટણી માહિતીનો ઈરાદાપૂર્વક દુરૂપયોગ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનું જણાય છે. 

કાયદાકીય કાર્યવાહી

ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ક 336(4), 353(1)(C) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પોસ્ટના સ્ત્રોતથી જાણકારી મેળવી અને તેને પ્રસારિત કરનારની ઓળખ કરી તેને શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. 

અમુક લોકો ખોટી માહિતી ફેલાવે છે...

ગ્રેટર હૈદરાબાદ નગર પાલિકા (GHMC)એ પણ ચેતવણી આપી કે, પુષ્ટિ કર્યા વિના જાણકારી શેર કરવી અથવા ફોરવર્ડ કરવા પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અમુક લોકો ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, ફિલ્મ કલાકારોને સુધારેલા ફોટોગ્રાફ્સ અને નકલી EPIC નંબરો સાથે મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મતદારોને ચૂંટણી પંચના સત્તાવાર પ્લેટફોર્મ પરથી મળેલી ચકાસાયેલ માહિતી પર જ વિશ્વાસ કરવાની અપીલ કરી છે.