VIDEO: બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કેસ: રાઉસ એવન્યુ કોર્ટે અપીલ પર નોટિસ જારી કરાઈ
સોર્સ : gstv
મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં પૂર્વ WFI વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કરવાના આદેશ સામે દાખલ અપીલ પર રાઉસ એવન્યુ કોર્ટે નોટિસ જારી કરી છે. સ્પેશિયલ જજ દિગ્વિનય સિંહે આ અંગે જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી 9 ઓક્ટોબરે હાથ ધરાશે….કોર્ટે પીડિતોના નામવાળા મૂળ દસ્તાવેજો સીલબંધ રાખવા અને નામ હટાવીને સુધારેલી નકલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. અપીલકર્તાઓએ દલીલ કરી છે કે અગાઉનો આદેશ ક્ષતિપૂર્ણ મૂલ્યાંકન અને અનુમાનો પર આધારિત હતો.

