Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Car driver suffers sudden heart attack, causes horrific accident, 4 dead, 3 injured

VIDEO: કારચાલકને અચાનક હાર્ટ એટેક આવતા સર્જાયો ભીષણ અકસ્માત, 4ના મોત, 3 ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે (21મી નવેમ્બર) સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા, કાર બેકાબૂ થઈ ગઈ હતી અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

App Store

ઘટનાના CCTV સામે આવ્યા

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમા શુક્રવારે સાંજે 6:42 વાગ્યે, ફ્લાયઓવર પર એક ઝડપી કાર ચારથી પાંચ વાહનો સાથે અથડાઈ, જેમાં સામેથી આવી રહેલા બે ટુ-વ્હીલરનો પણ સમાવેશ થાય છે, અને કાર પલટી ગઈ. વીડિયોમાં દેખાય છે કે કાર બાઇક સાથે અથડાઈ રહી છે, જેના કારણે એક બાઇક સવાર હવામાં ઘણાં ફૂટ ઉછળીને ફ્લાયઓવરની બીજી બાજુ પડ્યો હતો.

આ અકસ્માતમાં કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા. અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.

હૃદયરોગનો હુમલો  અકસ્માતનું કારણ

પોલીસના પ્રાથમિક અહેવાલો અને ઘટનાના સંજોગો અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો છે. કારચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ફ્લાયઓવર અને રસ્તા બંને પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.