બિહાર સાથે 7 રાજ્યોની 8 બેઠકો પર પેટાચૂંટણી, જાણી લો મતદાન અને પરિણામની તારીખ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સોમવારે પ્રેસ કોન્ફરન્સ થકી બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મિઝોરમ અને રાજસ્થાન સહિત સાત રાજ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ વિધાનસભા બેઠકો માટેની તારીખો પણ જાહેર કરી. 13 ઓક્ટોબરના રોજ સાતેય રાજ્યમાં પેટાચૂંટણી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 11 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા બંને બેઠકો છેલ્લા એક વર્ષથી ખાલી છે. પંજાબની તરણતારણ, ઝારખંડની ઘાટશિલા તથા રાજસ્થાનની અંતા વિધાનસભા, તેલંગાણાની જયંતી હિલ્સ અને મિઝોરમની દમ્પા બેઠક ખાલી છે. જ્યારે ઓડિશાની નુઆપાડા સહિત કુલ 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા બંને બેઠકો છેલ્લા એક વર્ષથી ખાલી છે. આ બંને બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. ઓમર અબ્દુલ્લાના રાજીનામાને કારણે બડગામ બેઠક ખાલી થઈ હતી જ્યારે દેવેન્દ્ર રાણાના મૃત્યુ થતાં નાગરોટા સીટ ખાલી પડી હતી. નાગરોટા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે ટક્કર રહેશે. બડગામ બેઠક પર NC, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને પીપલ્સ એલાયન્સ ફોર ચેન્જ (PC, PDF અને JDFનું ગઠબંધન) વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા થવાની ધારણા છે.

