VIDEO: ઉજ્જૈનમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મહાકાલ મંદિર નજીકના બેગમબાગ વિસ્તારમાં પ્રશાસન દ્વારા એક મોટું દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. મહાકાલેશ્વર મંદિર પરિસરની આસપાસ અને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ડઝનથી વધુ કોમર્શિયલ બાંધકામો અને દુકાનોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉજ્જૈન નગર નિગમ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની મદદથી આ અનધિકૃત બાંધકામો તોડી પાડવાનું શરૂ કર્યું છે. પ્રશાસન અનુસાર, આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવાના હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે. દબાણ હટાવવાની આ કડક કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર બેગમબાગ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

