VIDEO: પંજાબના ભટિંડામાં ડ્રગ્સ વિરુદ્ધ બુલડોઝર અભિયાન, તંત્રએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું
સોર્સ : gstv
પંજાબ સરકારના ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ અભિયાન હેઠળ ભટિંડા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે મોટી કાર્યવાહી કરી છે. ધોબિયાણા બસ્તીના પ્રીતનગર વિસ્તારમાં ડ્રગ તસ્કરીના ૧૦ કેસમાં આરોપી મનજીત કૌર ઉર્ફે બીરાની ગેરકાયદેસર બાંધેલી ઇમારતને બુલડોઝરથી તોડી પાડવામાં આવી છે…આ કાર્યવાહીને ડ્રગ તસ્કરો માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી છે…. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં તે વહીવટી આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહી…. ડેપ્યુટી કમિશનરના નિર્દેશ અનુસાર પોલીસની હાજરીમાં આ તોડ કાર્યવાહી કરવામાં આવી છે….

