VIDEO: અંબાલામાં બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી
સોર્સ : gstv
હરિયાણાના અંબાલા શહેરના ધૂલકોટ ગામમાં ત્રણ માળની બાંધકામ હેઠળની ઇમારત અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. કાટમાળ નીચે એક ડઝનથી વધુ મજૂરો ફસાયા હોવાની આશંકા વચ્ચે પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. JCBની મદદથી એક મજૂરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય મજૂરોની શોધખોળ ચાલુ છે. NDRF અને SDRFની ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. હાલ ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

