VIDEO : પશ્ચિમ બંગાળ- હુગલીમાં TMC કાર્યાલયની ઉપર જ બોમ્બ અને હથિયારોનો જથ્થો મળતા ખળભળાટ!
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હુગલી સ્ટેશન પાસે આવેલા હૉકર્સ માર્કેટના ધાબા પરથી મોટી માત્રામાં ધારદાર હથિયારો અને દેશી બોમ્બ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ માર્કેટની નીચે જ તૃણમૂલ કોંગ્રેસનું પાર્ટી કાર્યાલય આવેલું છે, જેને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડબ્બામાં છુપાવેલા બોમ્બ અને તીક્ષ્ણ શસ્ત્રો જપ્ત કરાયા છે. ઘટના બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

