VIDEO: બારામતીમાં ધારાસભ્ય રોહિત પવારના પીએની પુત્રીનો મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
મહારાષ્ટ્રના બારામતીમાં ધારાસભ્ય રોહિત પવારના પીએની 15 વર્ષની પુત્રી ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી છે. પોલીસ મુજબ, શનિવારે માતા સાથેના વિવાદ બાદ કિશોરી ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં તેના અપહરણ તથા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે શોધખોળ શરૂ કરી હતી, ત્યારે આજે સવારે લગભગ 8:30 વાગ્યે ઘર નજીકના નાળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી કિશોરીની ચપ્પલ પણ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય રોહિત પવારે પોલીસ પાસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.

