Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's rule over Mumbai for the first time in 45 years

45 વર્ષમાં પહેલીવાર મુંબઈ પર BJPની બાદશાહત, લાતુરમાં કોંગ્રેસની જીત

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
45 વર્ષમાં પહેલીવાર મુંબઈ પર BJPની બાદશાહત, લાતુરમાં કોંગ્રેસની જીત
સોર્સ : google

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.

App Store

BMC ચૂંટણીમાં શું છે સ્થિતિ? 

BMC ચૂંટણીના પરિણામ ( વલણ ) 

ભાજપ : 90
શિવસેના ( યુબિટી ) : 73
શિવસેના ( શિંદે ) : 29
કોંગ્રેસ : 16
MNS : 10
NCP ( શરદ પવાર ) : 0
NCP ( અજિત પવાર ) : 0
VBA : 0
OTH : 9

મોટી નગરપાલિકાઓમાં ભાજપની જીત 

નાગપુર, પૂણે, થાણે, નવી મુંબઈ, નાસિકમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. ચંદ્રપુરમાં કોંગ્રેસને જ્યારે પરભણી નગરમાં શિવસેના ( ઉદ્ધવ જૂથ )ને લીડ મળી છે. માલેગાંવમાં શિવસેના ( શિંદે ) સૌથી મોટી પાર્ટી બની છે 

લાતૂરમાં કોંગ્રેસનો ભવ્ય વિજય

લાતૂર નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી છે. અહીં કુલ 70માંથી 43 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે ભાજપ 22 બેઠક સાથે બીજા સ્થાન પર રહી. 

માલેગાંવમાં ઓવૈસીની પાર્ટીએ તમામ રાજકીય પક્ષોને પછાડ્યા 

અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની એઆઈએમઆઈએમ માલેગાંવના 20 વોર્ડમાં આગળ ચાલી રહી છે.  ખાસ વાત એ છે કે 84 વોર્ડ ધરાવતા માલેગાંવમાં ભાજપ 2 બેઠક સાથે પાંચમા ક્રમે છે. 18 સીટ પર લીડ સાથે બીજા ક્રમે શિવસેના છે. સપા 6 સીટ, કોંગ્રેસ 3 બેઠક પર આગળ ચાલી રહી છે. 

નાગપુરમાં તમામ 151 બેઠકના વલણ જાહેર 

નાગપુુરમાં તમામ બેઠકોના વલણો જાહેર થઈ ગયા છે. જેમાં 151માંથી ભાજપને 113 બેઠક પર લીડ મળી છે. જ્યારે કોંગ્રેસને 30 બેઠક પર, શિવસેના યુબીટી અને એનસીપીને 1-1 બેઠક પર લીડ મળી છે. જ્યારે અન્યોના ખાતામાં 6 બેઠક આવી છે.   

નવાબ મલિકના ભાઈ હાર્યા 

નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો કુર્લા વેસ્ટ બેઠક પર પરાજય, તેઓ 165 વોર્ડ નંબરની બેઠક પરથી ચૂંટણી લડ્ય હતા. તેમને એનસીપી અજિત પવારે ઉમેદવાર બનાવ્યા હતા.

નાગપુરના વલણોમાં ભાજપને બહુમતી 

નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે. 

બીએમસીની પહેલી બેઠક કોંગ્રેસે જીતી 

બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે. 

ચૂંટણી પંચનો મોટો નિર્ણય 

આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.  
નાગપુરમાં કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી પાછળ 
નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે. 

પૂણેમાં ભાજપની બેઠક 50ને પર 

પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે. 

સ્યાહી વિવાદ અંગે રાહુલ ગાંધીની પોસ્ટ 

રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે. 

સંજય રાઉતનો ગંભીર આરોપ 

સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે? 

ભાજપનો મજબૂત દેખાવ 

બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.    

60થી વધુ બેઠકો પર એનડીએ બિનહરિફ જીત્યું છે 

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા. 

BMC પર સૌની નજર, એક્ઝિટ પોલમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી

આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર:

ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): 130 થી 150 બેઠકો.
ઉદ્ધવ ઠાકરે (UBT) + રાજ ઠાકરે (MNS) ગઠબંધન: 58-68 બેઠકો.
કોંગ્રેસ + VBA ગઠબંધન: 12-16 બેઠકો.
અન્ય અને અપક્ષ: 6-12 બેઠકો.

આ હતા મુખ્ય રાજકીય ગઠબંધન

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

મહાયુતિ: ભાજપે 137 અને શિંદે જૂથની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) 163 બેઠકો પર અને મનસે (MNS) 52 બેઠકો પર લડી હતી.
કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે 143 અને વંચિત બહુજન આઘાડી (VBA) એ 46 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
અજિત પવાર NCP: એકલા હાથે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મુંબઈમાં 41-50% મતદાન

15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.