VIDEO: યાદાાદ્રીમાં ભાજપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
તેલંગાણાના યાદાદ્રી-ભુવનાગિરી જિલ્લામાં ભગવાન શિવ અને ભગવાન રામ પર કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભગવા ઝંડા અને બેનરો સાથે રસ્તા પર ઊતરેલા કાર્યકરોએ ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ નારેબાજી કરીને સનાતન ધર્મ અને દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી આપી હતી. વિરોધને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને શાંતિ જાળવવા લોકોને અપીલ કરી હતી.

