Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP washing machine/ Come with Modi, remove all stains :Jairam Ramesh

ભાજપ વોશિંગ મશીન/ મોદીની સાથે આવી જાવ, બધા ડાઘ દૂર કરી બેદાગ થઈ જાવ: જયરામ રમેશ

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ભાજપ વોશિંગ મશીન/ મોદીની સાથે આવી જાવ, બધા ડાઘ દૂર કરી બેદાગ થઈ જાવ: જયરામ રમેશ

કોંગ્રેસે શનિવારે ભાજપ પર વોશિંગ મશીન હોવાનો આરોપ મૂક્યો હતો, કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ એવું વોશિંગ મશીન છે જેમા વર્ષો જૂના કેશનો આરોપી પણ બેદાગ થઈ બહાર આવે છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ભાજપનું નવું સૂત્ર છે મોદીની સાથે આવી જાવ, બધા ડાઘ દૂર કરી બેદાગ થઈ જાવે અને મોટાપાયા પર નાણા રળો. 

App Store

ભાજપનું વોશિંગ મશીન ચાલુ છે

કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર હિન્દીમાં કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ભાજપનું વોશિંગ મશીન ચાલુ છે, પીએમ મોદીની સાથે આવી જાવ અને બધા દાગ દૂર કરી બેદાગ થઈ જાવ. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને બે નાયબ મુખ્યપ્રધાન શિંદે અને અજીત પવારે શપથ લીધા તે સમયે તેમણે આ ટિપ્પણી કરી હતી.

વોશિંગ મશીને અજીત પવારને સ્વચ્છ તથા બેદાગ કરી દીધા

વિપક્ષે નક્કી કર્યુ છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની ગડબડીના લીધે તે શપથ નહીં લે. રમેશે જણાવ્યું હતું કે ભાજપનું વોશિંગ મશીન સતત કામ કરે છે. આ વોશિંગ મશીને અજીત પવારને સ્વચ્છ તથા બેદાગ કરી દીધા છે અને પોલિશ્ડ કરી દીધા છે. તેના બદલામાં તેમણે મહારાષ્ટ્રમાં ભાજપને સત્તા પર લાવવામાં મદદદ કરી છે. અજીત પવાર સામે આવક કરતાં વધારે મિલકતના બધા કેસો બંધ કરી દેવાયા છે.

દેવેન્દ્ર ફડનવીસે લગાવ્યા હતા આક્ષેપ 

તેમણે દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે પવાર, તેની પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થની 2021 માં એક હજાર કરોડથી વધુ રકમની સંપત્તિ જપ્ત કરી હતી. હવે ભાજપના વોશિંગ મશીનના જાદુના લીધે આવકવેરા વિભાગે આ મિલકતો છોડી દીધી છે. જ્યારે અજીત પવાર વિપક્ષમાં હતા તે સમયે એજન્સીઓએ તેમની સામે પગલાં લીધા હતા. પીએમ મોદીએ પણ તે સમયે એનસીપીને નેચરલી કરપ્ટ પાર્ટી કહી હતી અને દેવેન્દ્ર ફડનવીસ તો ત્યાં સુધી કહી ચૂક્યા હતા હતા કે અજીત પવાર એક સમયે જેલમાં ચક્કી પીસતા હશે.

છગન ભૂજબળ પણ બન્યા ક્લીન 

હવે અજીત પવાર જ્યારે ભાજપની સાથે જોડાયા ત્યારે તેમની સામેના કેટલાક કેસો જેવા કે 70000 કરોડ રુપિયાનું સિંચાઈ કૌભાંડ, જરંધેશ્વર સુગર મિલ કૌભાંડ અને કેટલાય બીજા કેસો અટકી ગયા ગયા હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ભાજપ હવે એવું વોશિંગ મશીન છે જેમા તમે હવે વર્ષો જૂના કેસના આરોપી હોવ તો પણ તેમા ધોવાઈને સ્વચ્છ થઈને બહાર આવી જાવ છો.છગન ભૂજબળની તો મહાારાષ્ટ્ર સદન સ્કેમમાં ઇડીએ ધરપકડ કરી હતી પણ હવે તેમના, તેમના સગાસંબંધીઓ સામેના બધા કેસ અટકી ગયા છે. 

અનેક આરોપી નેતા ભાજપમાં જોડતા થયા ક્લીન 

રમેશે ભાજપના કેટલાક નેતાઓના નામ પણ ગણાવ્યા હતા જે તેમના વોશિંગ મશીનમાં સ્વચ્છ થયા હતા. હિમન્તા બિસ્વા સરમા ગુવાહાટીમાં હજારો કરોડ રુપિયાના પાણી પુરવઠા કૌભાંડના આરોપી હતી. તે કોંગ્રેસમાં હતાં ત્યારે તો ભાજપે તેમની સામે શ્વેતપત્ર બહાર પાડયુ હતુ. પરંતુ આજે તે આસામના મુખ્યપ્રધાન છે અને મોદીના તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફેવરિટ છે. આવું જ નારાયણ રાણેનું છે. તેમની સામે સીબીઆઇ અને ઇડીએ કેસ નોંધ્યા છે, પરંતુ તે ભાજપમાં જોડાતા તેમના ડાઘ દૂર થઈ ગયા અને મોદીએ તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યા. કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન અશોક ચવાણ પર ભાજપ પોતે આદર્શ હાઉસિગ સોસાયટી કૌભાંડનો આરોપ લગાવતું હતું. તે ભાજપમાં જોડાયા અને તેમની સામેની તપાસ બંધ થઈ ગઈ અને મોદીએ તેમને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં મોકલ્યા. પ્રફુલ પટેલ પર રુ. ૩,૦૦૦ કરોડના એરક્રાફ્ટ સ્કેમનો આરોપ છે, પરંતુ હવે તેમની સામેના કેસ બંધ થઈ ગયા છે અને તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. ટીએમસીના સુવેન્દુ અધિકારી હજારો કરોડના સારદા ચિટ ફંડના મુખ્ય આરોપી છે. તેમને ત્યાં ઇડી-સીબીઆઈ રોજ દરોડા પાડતા હતા. પણ તે ભાજપમાં જોડાતા તપાસ બંધ થઈ ગઈ અને આજે તે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા છે.