Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP MLA's car stuck in mud in his own constituency, villagers ejected from tractor

VIDEO: પોતાના જ મતવિસ્તારમાં ભાજપના MLAની કાર કાદવમાં ફસાઈ, ગ્રામજનોએ ટ્રેક્ટરથી બહાર કાઢી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ભાજપના ધારાસભ્ય રત્નાકર મિશ્રાની કાર રસ્તાની ખરાબ સ્થિતિને કારણે કાદવમાં ફસાઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિર્ઝાપુર નગરના ધારાસભ્ય રત્નાકર મિશ્રા પોતાના જ મતવિસ્તારમાં સ્થાનિક મુલાકાતે ગયા હતા. પરત ફરતી વખતે અકોટી રેલવે અંડરપાસ (Railway Underpass) પાસે તેમની કાર કાદવમાં ફસાઈ ગઈ હતી.

App Store

અંડરપાસમાં કાદવમાં ફસાઈ કાર

મળતી માહિતી મુજબ, અકોટી રેલવે અંડરપાસનો રસ્તો ખરાબ હાલતમાં છે. વરસાદ બાદ અહીં પાણી ભરાઈ જતાં અને રસ્તા પર કાદવ થઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ કાદવવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ધારાસભ્યની કાર ફસાઈ ગઈ હતી.

કારને બહાર કાઢવા માટે શરૂઆતમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે કાદવના કારણે વાહન બહાર નીકળી શક્યું નહોતું. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો મદદ માટે આગળ આવ્યા અને ટ્રેક્ટર (Tractor)ની મદદથી કારને ખેંચીને બહાર કાઢી હતી.

ગ્રામજનોએ ટ્રેક્ટરથી કરી મદદ

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ધારાસભ્યની કાર કાદવમાં ફસાયેલી જોવા મળે છે. આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા પણ જોવા મળે છે. અંતે ગ્રામજનોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને કારને અંડરપાસમાંથી બહાર કાઢી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વરસાદની સિઝનમાં અંડરપાસમાં વારંવાર પાણી ભરાઈ જાય છે. રસ્તો પહેલેથી જ ખરાબ હોવાથી કાદવની સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. જેના કારણે અહીંથી પસાર થતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને નિયમિત મુશ્કેલી પડે છે.

ધારાસભ્યની કાર ફસાવાની ઘટના સામે આવ્યા બાદ અંડરપાસ અને રસ્તાની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. વાયરલ વીડિયોમાં ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરની મદદથી કાર બહાર કાઢવાની સમગ્ર ઘટના જોવા મળી રહી છે.