'પહેલા IRS બન્યા પછી IAS..', ભાજપ નેતાએ જેમને પાકિસ્તાની બતાવ્યા, જાણો કોણ છે ફૌઝિયા તરન્નુમ

કર્ણાટકમાં ભાજપના એમએલસીએ મુસ્લિમ IAS અધિકારી ફૌઝિયા તરન્નુમ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે IAS ફૌઝિયાને પાકિસ્તાની ગણાવી છે. આ મામલે તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. IAS અધિકારી તરન્નુમ હાલમાં કર્ણાટકના કાલબુર્ગીના ડેપ્યુટી કમિશનર છે. જેમના ઉપર ભાજપના નેતા એક રેલીમાં સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આવી ટીપ્પણી કરી હતી.
ફૌઝિયા તરન્નુમ 2014 બેચના IAS અધિકારી
કાલબુર્ગીમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે પોસ્ટેડ ફૌઝિયા તરન્નુમ 2014 બેચના IAS અધિકારી છે, તેમણે UPSC માં 31મો રેન્ક મેળવ્યો છે. ભાજપના નેતા દ્વારા તેમના પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકીય હલચલ મચી છે. IAS એસોસિએશને પણ ભાજપ નેતાના આવા નિવેદનને વખોડ્યું છે. ઓફિસર ફૌઝિયાને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી ગણાવ્યા છે.
કોણ છે IAS ફૌઝિયા તરન્નુમ?
ફૌઝિયા તરન્નુમનો જન્મ 2 એપ્રિલ 1992ના રોજ બેંગ્લોર-કર્ણાટકમાં થયો હતો. અભ્યાસપૂર્ણ કર્યા પછી TCSમાં ડેટા એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે. ફૌઝિયાએ કહ્યું હતું કે, 2010માં નોકરી છોડ્યા પછી UPSC ની તૈયારી શરૂ કરી. ૨૦૧૧માં સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરતા ૩૦૭મો રેન્ક મેળવ્યો અને IRS પોસ્ટ મેળવી. મેં બીજા વર્ષે ફરી પરીક્ષા આપીને મારો રેન્ક સુધાર્યો. નાગપુરમાં તાલીમ લઈને વતનમાં પોસ્ટિંગ પણ મેળવ્યું.
UPSC CSE પરીક્ષા 2014 માં 31મો ક્રમ મેળવ્યો.
2014 માં ફૌઝિયા તરન્નુમે ફરી એકવાર UPSC પરીક્ષા પાસ કરીને 31મો રેન્ક મેળવ્યો. એક ઇન્ટરવ્યુમાં ફૌઝિયાએ જણાવ્યું હતું કે IRS તરીકે કામ કરવા સમયે સમજાયું કે, IRS અને IASની પ્રોફાઇલ કેટલી અલગ છે. એટલે મેં છેલ્લો પ્રયાસ કર્યો અને એમાં મને મારા પરિવારનો સાથ સહકાર મળ્યો. અને મેં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી. ફૌઝિયાની પ્રથમ પોસ્ટિંગથી લઈને અત્યાર સુધી તેમની છબી ખૂબ જ સ્વચ્છ માનવામાં આવે છે. IAS ફૌઝિયા તરન્નુમને જાહેર વહીવટમાં તેમના સારા કામ માટે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવનારા 22 અધિકારીઓમાં તેણીનીનો સમાવેશ થયો હતો.
IAS ફૌઝિયા તરન્નુમે ક્યાંથી અભ્યાસ કર્યો?
IAS ફૌઝિયા તરન્નુમે તેમનું પ્રાથમિક શિક્ષણ બેંગલુરુની બિશપ કોટન ગર્લ્સ હાઇ સ્કૂલમાં કર્યું. આ પછી, તેમણે બેંગલુરુની જ્યોતિ નિવાસ કોલેજમાંથી બી.કોમ કર્યું, જ્યાં તેઓ સમગ્ર યુનિવર્સિટીમાં 5મા ક્રમે રહ્યા. આ પછી, તેણીએ બેંગ્લોરની ક્રાઇસ્ટ કોલેજમાંથી ફાઇનાન્સમાં MBA કર્યું અને ગોલ્ડ મેડલિસ્ટ રહી. તેમની પાસે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ડિપ્લોમા પણ છે.
ભાજપના નેતાએ શું કહ્યું?
ભાજપના નેતા એન રવિકુમારે કાલાબુર્ગીના ડીસી IAS ફૌઝિયા તરન્નુમ પર આરોપ લગાવ્યો છે કે, જિલ્લા વહીવટીતંત્ર કોંગ્રેસના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ડીસી કોઈનું સાંભળતા નથી. કોંગ્રેસ જે કહે છે તે જ કરે છે. મને ખબર નથી કે તે કાલબુર્ગી ડીસી પાકિસ્તાનથી આવ્યા છે કે અહીંના આઈએએસ અધિકારી છે.

